PTG-300નું ઇન્જેક્શન આપતા પહેલા આ અગત્યની માહિતી જાણી લો
- PTG-300ની તૈયારી અને આપતા પહેલા જરૂરી નીચેની બધી સૂચનાઓ વાંચો.
- દવાની કીટ સાથે આપવામાં આવેલ પુરવઠાનો જ ઉપયોગ કરવો.
- જો કીટની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય અથવા જો કોઈ પુરવઠો ખુલ્લો હોય, તેને નુકસાન થયેલું હોય અથવા ગુમ થયો હોય તો તેનો ઉપયોગ કરવો નહીં. ક્લિનિકલ સાઇટનો સંપર્ક કરવો.
- રેફ્રિજરેટરમાંથી કીટ કાઢો અને તેને ઓછામાં ઓછા 15 મિનિટ માટે ઓરડાના તાપમાન સુધી સામાન્ય થવા દો.
- જ્યારે પણ આપો ત્યારે તમારે તમારી દવાની કીટ ઉપરાંત શાર્પ્સ કન્ટેનર (ક્લિનિકલ સાઇટ દ્વારા આપવામાં આવેલ)ની જરૂર પડશે.
- શીશીની ટોચ પરના ગ્રે રબર સ્ટોપરને સ્પર્શ કરવો નહીં.
- સિરીંજની ટીપ અથવા સોયને તમારા હાથ અથવા કોઈપણ સપાટીનો સ્પર્શ ન થવા દેવો.
- ફક્ત સબક્યૂટેનિઅસ ઇંજેક્શન માટે જ (ત્વચાની નીચે ચરબીના સ્તરમાં આપવાના).
- સલામત હેરફેર સહિત, કીટમાંથી પુરવઠાનો યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરવો અથવા પરત કેવી રીતે કરવો તે અંગે Rusfertide (PTG-300)ના નિકાલ વિભાગનો સંદર્ભ લો.
શરૂ કરવા માટે અહીં ક્લિક કરો